Thursday, December 17, 2009

શાને કાજે!


મારી ફરતે રોજ નવા એ થોર ઉગાડે,
ઘર થઈને એ પોતાનાથી દૂર ભગાડે.

પડખામાં તો કેવળ હુંનો હું જ સૂતો છું,
તોય જુઓને વળગણ આખી રાત જગાડે.

માણસની તું વાત જવા દે,માણસ ક્યાં છે!
કોની ઉપર મૂરખ ખોટું તું ય લગાડે!

બંને વચ્ચે બથ્થંબથ્થા કરે બુકાની,
પાછળ પડછાયો મારો ને વ્હેમ અગાડે.

કાંતો માયાનો થઈ જા કાં રમતો જોગી,
શાને કાજે બાવાના તુ બેઉ બગાડે!

ચક્ર્સુદર્શનધારીની શી હાલત થઈ છે!
વગડામાં જઈ એકલવાયો શંખ વગાડે!

તારા વિણ ચોપાસ મને દેખાય કશું નહિ,
એવી લગની તું ય મને શું કામ લગાડે?

-નવનીત ઠક્કર.



Friday, December 11, 2009

તે પછી:


(દુબઈની સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને)


સરકતી રેત પર બાંધી ઇમારત, તે પછી,
પડી મૃગજળ પીવાની રોજ આદત,તે પછી.

બધાયે ભોગને તત્પર કર્યા તલસાટમાં,
ખુદાની પણ કરી ખાલી ઇબાદત, તે પછી.

મઝામય જામના અંજામની પરવા વિના,
નિચોવી સાવ નમણી મહીં નજાકત, તે પછી.

તકાદો તોરભૂખ્યો ને વળી તકદીર થઈ તરસી,
રહે સુખો બધાં ક્યાંથી સલામત, તે પછી.

અફીણી દોડને પણ હાંફ ચડતો જોઈને,
રહ્યો ના ફીણનો પારો સલામત, તે પછી.

શીતળતાને સતાવે છે ડૂમો દુ:સ્વપ્નનો,
ઉડાવે ઊંઘ પણ અશ્રૂની જ્યાફત, તે પછી.

થયો ખાલી ખજાનો કે પછી પોકળ હતો પાનો,
સફાળી ધ્રુજવા માંડી શરાફત , તે પછી.

ગુનાઓ ગાંસડી બાંધી ઊભા છે રાહ જોતા,
જુઓને હાંફળી થઇ છે કયામત, તે પછી.

ચલો ગુલશન મહી આળોટીએ ભ્રમણાં બની,
થઈ ગઈ એષણાને પણ અદાવત, તે પછી.

કસમ કોની લઈશું સત્ય કહેવા-સૂણવા કાજે,
અદા અદ્દલ બતાવે ત્યાં અદાલત, તે પછી.

લીધું જ્યાં નામ પરવરનું અદા કરવા નમાજોને,
તરત સમજાઈ ગઈ આખીયે બાબત, તે પછી.

-નવનીત ઠક્કર.








Tuesday, December 01, 2009

શિયાળો આખો ..


ઝાકળીયાં તુલસી પાન, આદુ,

લીલી પત્તીનો ઊભરો લીધો,

કૂણે તડ્કે -ચ્હાંની ચુસ્કીમાં

શિયાળો આખો મેં પીધો!

-ગુરુદત્ત ઠક્કર.

Monday, November 30, 2009

દિલમાં મીરાં..


દિલમાં મીરાં લઈને નીકળું,

જ્યહિ નીકળું આ શહેર

શામનામ લઈ ગટગટાવું

નજર નજરનાં ઝેર...
-ગુરુદત્ત ઠક્કર.

Monday, November 23, 2009

गज़ल


दर्पन से क्या लेनादेना,पतझर के हम मारे है,
हाथ हमारे आए केवल गुल नहीं गुब्बारे हैं।

कश्ती का है दोष नही, ना तूफां की नीयत खोटी,
जाल बिछा चुपचाप खडे, पतवार लिये मछवारे हैं।

कौन नहीं सुनना चाहेगा गीत खुशी के यार मगर,
लगते बरबस गमखारों को गम के नग्मे प्यारे हैं।

टकराकर खुद अंधे से और कहते हैं क्या अंधे हो?
खूब सताते सुरदासों को ऐसे मे उजियारे है।

तन्हाई भी ढूंढ रही है, तनहा राह वीरानों में,
जिल्लत पर इतराते देखे आज गली-चौबारे है।

कैसा उल्टा खेल रचाया देख तूने ऐ जादूगर,
बूंद बने स्वाति से है पर अश्क भला क्यों खारे है।

सत की नाव केवटिया सतगुरु डूबते देखा है हमने,
झूठ का दामन जिसने थामा उसके वारे न्यारे है।

माना कि ना खिदमत की और घूटने टेके ना लेकिन
अब तो पीछा छोडो किस्मत हम तो बाजी हारे है।

देना चाहे जो भी दे तू मालिक अपनी मर्जी का ,
भीख नहीं मांगेंगे लेकिन कहकर कि दुखियारे है।

-डो.नवनीत ठक्कर.

सब


आदत से मजबूर हुए सब
घर से कितने दूर हुए सब!

कलजुग की कैसी बलिहारी
कातिल कुछ थे, क्रूर हुए सब!

रैयत की लाशों पर चढकर,
नेता लो मगरूर हुए सब!

मयखानों की क्या गत होगी,
‘मैं’ पीकर चकचूर हुए सब!
इसका कौन इलाज करेगा,
ज़ख्म खुले नासूर हुए सब!

रातों की मस्ती में खोकर
दिन में भी बेनूर हुए सब!

भेजे थे जो रब को हमने,
परचे नामंज़ूर हुए सब!

बचपन रोया खेलूं किससे?
बच्चे तो मजदूर हुए सब!

देश सिसककर कहता, उसके
सपने चकनाचूर हुए सब!

-नवनीत ठक्कर.

Friday, November 13, 2009

ચાતક..


તારું આમ ગરજવું, ને વરસવું નહિ,

રખે ના ઘાતક નીવડે!

સંભાળજે, આ હૈયાનું તરસ્યુ પંખી

રખે ના ચાતક નીવડે!

-ગુરુદત્ત ઠક્કર.

Thursday, November 05, 2009

પણ ગયો!(ગઝલ)


છૂટી તરસ, ને મૃગજળી આભાસ પણ ગયો,
રણ સમો કોરાપણાં નો ભાસ પણ ગયો!

આયનો તૂટ્યો, ને જાણે શું ગજબ થયો,
‘હું’પણાં નો રોજીંદો અહેસાસ પણ ગયો!
ઓઝલ થયાં ઉજાસ,ને કલરવ શમી ગયો,
ફૂલોને હવે સૂર્યનો વિશ્વાસ પણ ગયો!

જીંદગી બનતી રહી જાણે કેવી નઝમ!
કાફીયા બેઠો નહિ, ને પ્રાસ પણ ગયો!

થાક્યાં જ્યહી આ હાથ શુનચોકડી રમી,
ધડકનો વિરમી, ને પછી શ્વાસ પણ ગયો!

-ગુરુદત્ત ઠક્કર।

Thursday, October 29, 2009

તારી યાદોનો બરફ!




હંકારશે આ દિલની નૈયાને એ જાણે કંઇ તરફ,


ક્ષુબ્ધ ને મદહોશ હું, ઉચ્ચારૂ શું એકે હરફ!


શીતલહેરી, હિમવર્ષા, છાઈ સફેદી ચોતરફ,


સ્વપ્નમાં કે જાગતાં બસ તારી યાદોનો બરફ!


-ગુરુદત્ત ઠક્કર.


Saturday, October 24, 2009

આમળતો રહ્યો! (ગઝલ)


જીવતર, હૈયે વાવેતર કૂણાં, ને કળતર
સંબંધ આ શબ્દો તણો ભળતો રહ્યો!

ગળથૂથીમાં શું કચાશો પાઈ’તી?
પ્રશ્ન ગંગાજળ લગ સળવળતો રહ્યો!

દિનચર્યા રહી ભરી દરબાર શી,
સ્વપ્નમાં ખુદને કદી મળતો રહ્યો!

નિસ્બતો ખરતી રહી છત્તાં હજી
યાદોનો ચરૂ શે ઊકળતો રહ્યો!

ચાંદની પીગળી ઉષાની ગોદમાં,
ચંદ્ર ઝાંખો હાથ આમળતો રહ્યો!

-ગુરુદત્ત ઠક્કર.

Thursday, October 22, 2009

હોય છે.(ગઝલ)

એજ વાતો સહીપણાંની હોય છે
શીતમાં જે તાપણાંની હોય છે.

ટેવ જે તાકી રહે છે વ્હેમથી
ઘર કરેલી, આપણાંની હોય છે.

ટળવળે પણ તહોય બોલે ના કશું
એ તિરાડો બારણાંની હોય છે.

હેતથી સરવા થયેલા હાથમાં
ચળ ફકત ઓવારણાંની હોય છે.

કામ તો ક્યાં હોય છે બહુ બોલકુ
પણ, બડાશો વામણાંની હોય છે.
એક અંગુઠો ફકત મુખમાં લઈ
ઊંઘ તો બસ પારણાંની હોય છે.

જ્યાં ફકત આંખો મળે હળવાશથી
એ ઘડી સંભારણાંની હોય છે.

-નવનીત ઠક્કર.

Sunday, October 18, 2009

મુક્તક

જેટલાં ધીર, એટલાં વીર,

બહારથી નવ રસ, અંદર થી પીર.

મીરા હો કે મીર તકી મીર,

જેટલાં ફકીર એટલાં આપણ અમીર!


-ગુરુદત્ત ઠક્કર.

Thursday, October 15, 2009

જે બાકી રહી છે..

ખુંવારી સહીને ખુમારી ચહી છે.
વ્યથિત થઈ તમારી વ્યથાઓ કહી છે.

ઉખેળો કવનનાં સકળ ગ્રંથ મારા,
છો અક્ષર અમારાં,તમારી સહી છે.

પરીક્ષક થઇ ના તપાસો આ ઘટના,
જીવન પ્રશ્નપત્ર ના ઉત્તરવહી છે.

એકાકી માને ભલે છો જમાનો,
દિલની આ કશ્તી સજોડે વહી છે.
વિતી જીંદગાની સ્તવનમાં તમારા
વધુ એમ વિતે જે બાકી રહી છે..

-ગુરુદત્ત ઠક્કર.

Monday, October 12, 2009

ગુલે ગુલઝાર



લઈ કો’ શબ્દની પતવાર,

જોતરી અરથને મઝધાર.

નીકળ્યા માઝી થઈ કઈ વાર,

મળે ગુલઝાર પેલે પાર!

ઓ માઝી નક્કી તારી હાર!

નહી આ પાર ન પેલે પાર,

ગુલઝાર તો વહેતી ધાર,

જે રોકાય નહી પળવાર...


ક્વચિત સ્પંદે સિતારી તાર,

કદીક સંતૂરનો રણકાર,

કદીક ભમરા તણું ગુંજન,

કદીક શબનમ તણી બોછાર..


કદીક એ મખમલી આદાબ,

કદીક સજદા, કદીક શણગાર..

ક્વચિત તન્હાઈયો ઘૂંટે,

કદીક પાયલ તણી ઝનકાર!

વહાવે ભાવો ધુંવાધાર,

છતાંયે શુન્યનો સુનકાર!

તસવ્વુરમાં જો પડઘાયો,

જાણે ગુંજી રહ્યો ઓમકાર!


ઝલાશે નહી કદી શબ્દે,

ઝિલાશે મૌનમાં ગુલઝાર!


ચમનમાં અંતરોનાં જો,

મહજ ખામોશીઓ રોપો;

કદીક તો મ્હોરશે પુલકિત,

મહેકતું કો’ ગુલે ગુલઝાર!

-ગુરુદત્ત ઠક્કર.
IN SEARCH OF GULZAR:
(TRANSLATION)
Grabbing the sails of the words, woven
Traversing the whorls of the whispers
My dear friend! May you cross the seas,
In your quest of elusive Gulzar…

Alas! Succeed you will not
He is neither here, nor there
A flowing, restless stream he is
That waits, not for a second

Sometimes, the rhyme of the Sitar strings
Sometimes the flutter of the Bird’s wings
Hypnotic humming of the Bees sometimes
Drops of the morning dew or drizzle divine

Like velvety welcome of a desert king
Or like a damsel’s diamond ring
Like the sound of the empty caves
Or the ripples of the ocean’s waves

Find him you will not in words or verses
You will hear him in succulent silences
Not in fairs or festivals or palaces of prosperity
You will find him in echoes of eternity!


-DR.G.G.OZA
(10th Oct., 2009.)

(On the occasion of the programme Gul-e-Gulzar)

Wednesday, September 30, 2009

હાઈકુ-



જંગલ કાપી

શે’ર વસાવ્યું -એમાં

જંગલરાજ!


-ગુરુદત્ત ઠક્કર.